મિલકતો એટલે શું ?
મિલકતો એટલે એવી કોઈ દશ્ય કે અદશ્ય વસ્તુઓ અને બાબતો જે ધંધાની માલિકીના હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય.
● બિનચાલુ મિલકતો
જે મિલકતોનો વપરાશ એક વર્ષ કરતા વધુ સમય માટે થવાનો હોય તેવી મિલકતોને બીનચાલુ મિલકતો કહે છે.જેમ કે , જમીન,મકાન,પ્લાન્ટ,યંત્રો,એજન્સી વગેરે.
● ચાલુ મિલકતો
એવી મિલકતો જે એક વર્ષ કરતા ઓછા સમયની હોય તેને ચાલુ મિલકતો કહે છે જેમ કે ,રોકડ સિલ્ક,બેન્ક સીલક, દેવદારો,લેનીહુડી,
વગેરે.
●દશ્ય અને અદશ્ય મિલકતો
જે મિલકતો નું વાસ્તવિક સ્વરૂપ હોય તે દશ્ય મિલકતો કહેવાય જેમ કે , ફૂર્નિચર, ગાડી,...
જે મિલકતો નું વાસ્તવિક સ્વરૂપ નથી છતાંય તે આપણી મિલકત કહેવાય જેમ કે, પાઘડી,પેટન્ટ,કોપીરાઈટ,ટ્રેડમાર્ક વગેરે.
●પ્રવાહી મિલકતો
એવી મિલકતો જેનું રોકડમાં ઝડપથી રૂપાંતર થાય તેને પ્રવાહી મિલકતો કહે છે
પ્રવાહી મિલકતો માં માલ સ્ટોક નો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment